પાટણ જીલ્લો
@ પાટણ જીલ્લાનો ભૌગોલિક વિસ્તાર 5.66 લાખ હેક્ટર ( 5742.19 ચો.કીમી.) છે.
@ પાટણ જીલ્લાનુ સ્થાન ઉત્તર અક્ષાંશ 20.41 થી 23.55 અને 71.31 થી 72.20 પૂર્વ રેખાંશ વચ્ચે છે.
@ પાટણ જીલ્લો 1.પાટણ ૢ સિધ્ધપુર ૢ ચાણસ્મા ૢ હારીજ ૢ સમી ૢ રાધનપુર અને સાંતલપુર એમ સાત તાલુકામાં અને 521 ગામડાઓમાં વહેચાયેલો છે.
@ પાટણ જીલ્લાની જમીન ગોરાડુ ૢ રેતાળ ૢ અને ક્ષારિય છે.
@ સરસ્વતી ૢ રુપેણ ૢ બનાસ ૢ ખારી અને પુસ્પાવતી એમ કુલ પાંચ પાટણ જીલ્લામાંથી પસાર થાય છે.
@ પાટણ જીલ્લાને સરદાર સરોવર ૢ સુજલામ સુફલામ ૢ ધરોઇ કેનાલથી સિંચાઇનો લાભ મળે છે.
@ જીલ્લામાં બાજરી ૢ હાઇબ્રીડ ૢ કપાસ ૢ કઠલળ ૢ દીવેલા ૢ તલ ૢ ગુવાર ૢ વરીયાળી ૢ ઘઉ ૢ જીરુ ૢ ઇસબગુલ ૢ ચણા ૢ ગાજર ૢ અને શાકભાજી મૂખ્ય
પાકો છે.
@ નવા પાકમાં કસુંબીૢ બટાકા ૢ ઉનાળુ મગ ૢ ખારેક અને દાડમના વાવેતરની શરુઆત કરવામાં આવી છે.
@ પાટણ જીલ્લામાં પાટણ તાલુકાના 138 ગામની 383961 વસ્તી ૢ સિધ્ધપુર તાલુકાની 55 ગામની 190937 વસ્તી ૢ ચાણસ્મા તાલુકાની 59 ગામની 128629
વસ્તી ૢ હારીજ તાલુકાની 41 ગામની 84813 વસ્તી ૢ સમી તાલુકાની 99 ગામની 164705 વસ્તી ૢ રાધનપુર તાલુકાની 56 ગામની 120177 અને
સાંતલપુર તાલુકાની 73 ગામની 109487 વસ્તી એમ 527 ગામની કુલ 1182709 વસ્તી આવેલી છે.
@ પાટણ જીલ્લામાં રાણકી વાવ ૢ સહસ્ત્રલિંગ તળાવ ૢ પ્રાચીન દરવાજા ૢ પંચાસર દેરાસર ૢ તે ઉપરાંત પ્રાચીન મંદીરો જોવા લાયક છે.
@ પાટણ નગરમાં પ્રાચીન સમયમાં સિધ્ધરાજ જયસિંહ સોલંકી ૢ કુમારપાળ ૢ વનરાજ ચાવડા ૢ ભીમદેવ સોલંકી જેવા મહાન પ્રતાપી રાજાઓ થઇ ગયા.
@ પાટણના પટોળા દુનીયાભરમાં પ્રખ્યાત છે. તે ઉપરાંત માટીના રમકડા તેમજ મીઠાઇમા દેવડા પ્રખ્યાત છે.
